• જન ભાગીદારી અભિયાન-સૌથી દુર, સૌથી પહેલા: ડાંગ જિલ્લો
  • ગ્રામ્ય વિસ્તારના લોકોને મહત્તમ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા વહીવટી તંત્રનો અનુરોધ કર્યો

આહવા:  દેશભરના જિલ્લાઓમાં છેક છેવાડે વસતા અને આજે પણ મૂળભૂત સુખ સુવિધાઓથી વંચિત એવા ખાસ કરીને આદિવાસી અને આદીમ જૂથોના સશક્તિકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશ-રાજ્ય-જિલ્લાઓમાં ચાલી રહેલા જન જાતિય ગરિમા ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત ડાંગ જિલ્લાના દરેક તાલુકાઓમાં વિશેષ કેમ્પ દ્વારા ગ્રામજનોને અનેક સરકારી સહાય તેમજ યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે.

તારીખ ૨૪ મે ના રોજ આહવા તાલુકાના ચિંચલી એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ શાળા ખાતે કેમ્પ યોજાનાર છે. જેમાં ડોન, ચિંચલી, ગાઢવિહિર, મોરઝીરા, ગડદ, નાંદનપેડા, મહાલપાડા, હારપાડા અને કડમાળ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ લાભાર્થીઓ લાભ લઇ શકશે. જ્યારે વઘઇ તાલુકાના કાલીબેલ પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે જેમાં કાલીબેલ, કોશીમદા, ગોદડીયા, ટેકપાડા ગ્રામ પંચાયતના લાભાર્થીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જનભાગીદારી (સબસે દૂર સબસે પહેલે) અભિયાનના કેમ્પ ગ્રામજનોને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ યોજના, રેશનકાર્ડ, આધારકાર્ડ, જાતિ અને ડોમિસાઇલ પ્રમાણપત્રો, વિધવા અને દિવ્યાંગ પેન્શન સહાય તેમજ પીએમ ઉજ્જવલા યોજના જેવી પાયાની સેવાઓની તેમજ જ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન ભારત કાર્ડ, પીએમ માતૃવંદના યોજના, સિકલ સેલ નાબૂદી સહિતની આરોય સેવાઓ પણ આપવામાં આપવામાં આવશે.

Leave a Reply

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading