વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં જનભાગીદારી અભિયાન (સબસે દૂર સબસે પહેલે)માં વિવિધ યોજનાનો લોકોએ લાભ મેળવ્યો

વલસાડ : ભારત સરકાર દ્વારા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી

જનજાતિય ન્યાય મહા અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં સંબંધિત વિભાગો સાથે સંકલન કરી જનભાગીદારી અભિયાન (સબસે દૂર સબસે પહેલે)ના અસરકારક આયોજન માટે અને વધુમાં વધુ જનસહભા

ગિતા સુનિશ્ચિત થાય તે માટે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં લાભાર્થીઓને સરકારની યોજનાનો લાભ પોતાના ગામ તેમજ નજીકના ગામમાં મળી રહે તે માટે તા. ૧૯ મેથી જિલ્લામાં જનભાગીદારી અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ અભિયાન અંતર્ગત બીજા દિવસે તા. ૨૦ મેના રોજ જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાં કેમ્પ યોજાયો હતો.

બીજા દિવસે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સુખેશ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા કેમ્પમાં નાના વાઘછીપા, બોરલાઈ, સુખેશ, સુખલાવ અને સોનવાડા ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો. નાનાપોંઢા તાલુકાના મોટી તંબાડી ગામમાં ગ્રામ પંચાયતમાં યોજાયેલા કેમ્પમાં નાની તંબાડી અને ચીભડકચ્છ ગામના લાભાર્થીઓ, ધરમપુર તાલુકાના બામટી ગામની ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા કેમ્પમાં આસુરા, રાનપાડા, બામટી, બારસોલ, ખારવેલ, ભાભા, મરઘમાળ, વિરવલ, રાજપુરી તલાટ, નાની ઢોલડુંગરી અને મોટી ઢોલડુંગરી ગામના લાભાર્થી, વલસાડ તાલુકામાં સેગવા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કેમ્પમાં ગોરગામ, અંદરગોટા, તીઘરા, અટગામ, સેગવા, કોચવાડા, પીઠા, ઠક્કરવાડા, સારંગપુર, કાપરીયા અને કાંજણરણછોડ ગામના લાભાર્થીઓ, ઉમરગામ તાલુકામાં એકલાહરે ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા કેમ્પમાં અણગામ, એકલાહરે, નાહુલી, જંબુરી, મોહનગામના મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને કપરાડા તાલુકામાં સુથારપાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલા કેમ્પમાં ફળી, સુથારપાડા, વાવર, કુંડા, ગીરનારા, કેળધા, પાંચાવેરા, માલઘર, વિરક્ષેત્ર, આસલોણા, પીપલસેત અને વડોલી ગામના લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

આ કેમ્પમાં આધારકાર્ડ, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, પીએમ ઉજ્જવલા યોજના, આયુષ્યમાન કાર્ડ, પીએમ કિસાન, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ જનધન યોજના, પેન્શન સ્કીમ, વીમા યોજના, પીએમ વિશ્વકર્મા, નલ સે જલ યોજના અને એનએફએસએ યોજનાનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading