સુરત જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી: લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ તા.૧૯ જુન સુધીમાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ

સુરત:: ચાલુ વર્ષ માટે બાગાયત ખાતાની, બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, રાઈઝોમેટીક(આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્ર્મ તથા ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉપ્તાદન મેળવવાનો કાર્યક્રમ સહિતની ત્રણ નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેથી આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા સુરત જિલ્લાના ખેડૂતોએ નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ૭/૧૨,૮-અ ની નકલ,આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને તા.૧૯/૦૬/૨૦૨૬ સુધી આઈ ખેડૂત(i-khedut) પોર્ટલ ૨.૦ પર સમયસર અરજી કરવાની રહેશે.
આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા નાયબ બાગાયત નિયામકની કચેરીમાં સવારના ૧૧.૦૦થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ૭/૧૨,૮-અની નકલ,આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને સમયસર અરજી કરવી.
આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધાયેલા તેમજ નવી નોંધણી કરનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટીકેશન ફરજિયાત કરવાનું રહેશે. તેમજ ખેડૂતોએ અરજીમાં જણાવેલા અગત્યના દસ્તાવેજો અપલોડ કરી મંજુર અરજીની પ્રિન્ટ સાથે રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. ઓન લાઇન અરજી ikhedut.gujarat.gov.in .સાઇટ પર કરી શકાય છે. વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી,લાલ બંગલા સામે,ઓલપાડી મહોલ્લો,અઠવાલાઇન્સ, સુરત. ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮. પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, સુરતની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading