આઈ ખેડુત પોર્ટલ પર સાત યોજનાઓના લાભો મેળવવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
કિસાન ડ્રોન ખરીદી માટેની સહાય તથા એગ્રો સર્વીસ પ્રોવાઈડરની નવી યોજનાઓનો સમાવેશ કરાયો છેઃ
સુરત – રાજય સરકાર દ્વારા વર્તમાન વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળ ખેડૂતોને ઘટક પર સહાય યોજનાનો મહતમ લાભ મળી રહે તે આશયથી આઈ ખેડૂત પોર્ટલ તા:૨૧-૦૫-૨૦૨૬ થી તા.૦૪-૦૬-૨૬ (૧૫-દિવસ) માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ઘટક પર સહાય મેળવવા માંગતા ખેડુત મિત્રોએ આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં રાજ્યના ખેડૂતોને કિસાન ડ્રોનની ખરીદી પર સહાય આપવાની યોજનાનો લાભ લેવા મોટ કિસાન ડ્રોન ધટક, એગ્રો સર્વીસ પ્રોવાઈડર યોજનાનો લાભ માટે એગ્રો સર્વીસ પ્રોવાઈડર, પાક મુલ્યવૃધ્ધિ યોજના, કૃષિ યાંત્રિકીકરણ પર ઉપ-મિશન યોજના હેઠળ પોસ્ટ હાર્વેસ્ટના સાધનો, ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેન્કની સ્થાપના, કસ્ટમ હાયરીંન્ગ સેન્ટરની સ્થાપના તેમજ સ્માર્ટ એન્ડ પ્રિસિઝન ફાર્મીન્ગની યોજનાઓના સમાવેશ કરવામાં આવ્યો છે જેથી વધુમાં વધુ ખેડુતોએ ઓનલાઈન અરજીઓ કરીને યોજનાઓના લાભો મેળવવા માટે સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.






