સુરત શહેરના પીપલોદ શીટ નં.૦૮ના રેકર્ડનું જમીન મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવનાર છેઃ આ રેકર્ડ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું છે
*પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજૂ કરવા અનુરોધ*
સુરત શહેરના પીપલોદ(તા.ઉમરા)માં સિટી સર્વે દાખલ કરવા માટે મળેલી મંજૂરી અનુસાર સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ-૪ની કચેરીના શીટ નં.૦૮ના ચા.નં. ૦૧નું રેકર્ડ તૈયાર કરીને તા.૦૯/૦૬/૨૦૨૬ના રોજ ગુજરાત જમીન મહેસુલ નિયમો મુજબ પ્રમાણિત કરવામાં આવનાર છે. તૈયાર થયેલા મજુરાના રેકર્ડને સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ-૪ની કચેરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેથી આ પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો તા.૦૯/૦૬/૨૦૨૬ સુધીમાં સુપ્રિટેન્ડન્ટ-૪ની કચેરી, એ-બ્લોક, આઠમો માળ,બહુમાળી મકાન,નાનપુરા ખાતે લેખિતમાં રજૂ કરવા નાયબ નિયામક, જમીન દફતર-સુરતની યાદીમાં જણાવાયું છે.
-૦૦-






