TechD સાયબરસિક્યુરીટીએ TECHD ONE – AI-Native યુનિફાઇડ સાયબર સિકયુરીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું
-
નવું પ્લેટફોર્મ એન્ટરપ્રાઇઝ માટે IT, OT અને માનવીય જોખમોને આવરી લેતું AI આધારિત એકીકૃત સાયબર સુરક્ષા સોલ્યુશન પ્રદાન કરશે
અમદાવાદ સ્થિત અને જાણિતા રોકાણકાર વિજય કેડિયાના રોકાણ વાળી કંપની TechD Cybersecurity Limited, CERT-In દ્વારા એમ્પેનલ્ડ મેનેજ્ડ સિક્યોરિટી સર્વિસ પ્રોવાઇડર અને 500થી વધુ એન્ટરપ્રાઇઝ ગ્રાહકોને સેવા આપતી કંપનીએ તેના AI-નેટીવ યુનિફાઇડ સાયબર સિકયુરીટી પ્લેટફોર્મ TECHD ONE ના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ હવે techdefence.ai પર ઉપલબ્ધ છે.
TECHD ONE વિવિધ સાયબર સુરક્ષા ક્ષમતાઓને એક જ AI આધારિત ઓપરેશનલ પ્લેટફોર્મમાં એકીકૃત કરે છે, જેનો હેતુ એન્ટરપ્રાઇઝ માટે સાયબર ડિફેન્સ ઓપરેશન્સને સરળ બનાવવાનો, વિવિધ ટૂલ્સની જટિલતા ઘટાડવાનો અને ડિજિટલ, માનવીય તેમજ ઇન્ડસ્ટ્રીયલ થ્રેટ્સ પર વધુ સ્પષ્ટ વિઝિબિલિટી પ્રદાન કરવાનો છે.
આ લોન્ચ અંગે ટેકડી સાબર સિક્યુરીટી લિમીટેડના ફાઇન્ડર અને મેનેજીંગ ડિરેકટર સન્ની વાધેલાએ એ જણાવ્યું હતું કે, “વર્ષો સુધી એન્ટરપ્રાઇઝએ એવા અલગ-અલગ સાયબર સુરક્ષા ટૂલ્સ પર આધાર રાખ્યો છે, જે એકબીજા સાથે સુમેળમાં કામ કરતા નહોતા અને જેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા AI મોડેલ્સ પર તેમની સંપૂર્ણ પારદર્શિતા નહોતી. TECHD ONE એ આ તમામ સ્તરોને એક AI-Native પ્લેટફોર્મમાં એકીકૃત કરવાનો પ્રયાસ છે, જે ભારતીય ઉદ્યોગો અને નિયમનકારી માળખાની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યું છે. અમને વિશ્વાસ છે કે આ ભારતમાંથી ઊભરતી સોવેરિન સાયબરસિકયુરીટી ઇનોવેશનની આગામી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે.”
Phase 1 હેઠળ પ્લેટફોર્મમાં આ મુજબના ચાર પ્રોડક્શન-રેડી મોડ્યુલ્સ સામેલ છે: Dark Vector AI પ્લેટફોર્મ,કે જેમાં ડાર્કવેબ અને ડીપ વેહથ્રેટ ઇન્ટેલીજન્સ , ડિજીટલ રિસ્ક મોનીટરીંગ અને બ્રાંડ પ્રોટેકશન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. Provenance AI પ્લેટફોર્મ, જે ઝીરા ડે ડિસ્કવરી,સોર્સ કોડ રીવ્યુ, સોફટવેર કોમ્પોઝીશન (SCA), સોફટવેર બીલ ઓફ મટીરીયલ્સ અને AI આધારિત રેમેડીએશન જેવી સેવાઓ પ્રદાન કરે છે. આ મોડ્યુલ સેફગાર્ડ.એસએચ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી અંતર્ગત Eagle, Lion અને Griffin AI મોડેલ્સ દ્વારા સંચાલિત છે.
• Human Trust AI એ બિહેવીયરલ રીસ્ક ઇન્ટેલીજન્સ પ્લેટફોર્મ છે, જે ફિશીંગ, વિશીંગ ,સ્મશીંગ, ઇન્સાઇડર થ્રેટ અને માનવીય વર્તન આધારિત સાયબર જોખમોની ઓળખ અને વિશ્લેષણ પર કેન્દ્રિત છે.
• OT Shield AI — ઓપરેશનલ ટેકનોલોજી(OT) અને ઇન્ડસ્ટ્રિયલ કંટ્રોલ સિસ્ટમ્સ (ICS) માટેનું વન્નેરીએબીલીટી ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે , જે ઇન્ડસ્ટ્રીયલ અને ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પરિસ્થિતિઓ માટે રચાયેલ છે.
ટેકડી સાયબરસિકયુરીટીએ BFSI, મેન્યુફેકચરીંગ,હેલ્થકેર,એનર્જી અને કેપિટલ માર્કેટ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત એન્ટરપ્રાઇઝ ગ્રાહકોને સેવા આપે છે, જેમાં અદાની જુથ,જેએમ ફાઇનાન્સિયલ, ઝેનસાર ટેકનોલોજીસ અને એસ્ટ્રલ લિમીટેડ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
કંપનીએ જણાવ્યું હતું કે TECHD ONE ના ભાવિ વિસ્તરણ હેઠળ હાલમાં SecOps AI, PrivacyOps AI અને Identity Guard જેવા વધારાના મોડ્યુલ્સ વિકસાવવામાં આવી રહ્યા છે. સાથે જ TechD “સાયબરસિકયુરીટી ફોર AI” પહેલ પર પણ કામ કરી રહી છે, જેમાં LLM Security Scanningએલએલએમ સિક્યુરીટી સ્કેનિંગ,એઆઇ રનટાઇમ પ્રોટેકશન, એઆઇ રેડ ટીમીંગAI Red Teaming, એઆઇવીએપીટી અને ISO/IEC 42001 Advisory જેવી સેવાઓનો સમાવેશ થશે.કંપની અનુસાર, નવું techdefence.ai પ્લેટફોર્મ ગ્રાહકો માટે કસ્ટમરપોર્ટલ, ટેકનીકલ ડોક્યુમેન્ટ હબ, અને એઆઇ મોડેલ ટ્રાન્સપરન્સી સેન્ટર તરીકે કાર્ય કરશે.
TechD Cybersecurity Limited વિશે
TechD Cybersecurity Limited (NSE SME: TECHD) એક CERT-In એમ્પેનલ્ડ અને ISO/IEC 27001:2022 સર્ટિફાઇડ Managed Security Services Provider છે, જેનું મુખ્ય મથક Ahmedabad ખાતે આવેલું છે. કંપની GIFT City અને Cyber Valley Global Security Operations Centre માંથી કામગીરી કરે છે અને VAPT, SOC/SIEM Managed Services તેમજ Governance, Risk & Compliance (GRC) સેવાઓ પ્રદાન કરે છે. કંપનીની આંતરરાષ્ટ્રીય હાજરી કેનેડા સુધી વિસ્તરેલી છે અને તે હાલમાં ઓસ્ટ્રેલિયામાં વિસ્તરણ કરી રહી છે.






