આઈ.ટી.આઈ. ગણદેવા ખાતે પ્રથમ રાઉન્ડ પ્રવેશ પ્રક્રિયા ચાલુ : પ્રવેશ ઓગષ્ટ-૨૦૨૬
નવસારી : રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગણદેવા ખાતે પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૬ માટે ભરવાપાત્ર બેઠકો માટે પ્રથમ રાઉન્ડની પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે. આથી પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ તા. ૨૩/૦૬/૨૦૨૬ સુધી સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજના ૫:૦૦ વાગ્યા દરમિયાન જરૂરી પ્રમાણપત્રો સાથે સંસ્થા ખાતે હાજર રહી ઓનલાઇન ફોર્મ ભરી જમા કરાવવાનું રહેશે. ફોર્મ રજીસ્ટ્રેશન ફી રૂ. ૫૦ ઓનલાઇન ભરવાની રહેશે. વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in� પરથી માહિતી મેળવી શકાય છે. આ સંસ્થા ખાતે ચાલતા વિવિધ વ્યવસાયોની માહિતી નીચે મુજબ છે: ૪૮૨ (NCVT) કોર્સ (સમયગાળો ૨ વર્ષ, લાયકાત ધો. ૧૦ પાસ), ઇલેક્ટ્રીશિયન (GCVT) ૨ વર્ષ (ધો. ૧૦ પાસ), વાયરમેન (NCVT) ૨ વર્ષ (ધો. ૮ પાસ), ACS 2 (NCVT/GCVT) ૧ વર્ષ (ધો. ૮ પાસ), કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ – COPA (NCVT) ૧ વર્ષ (ધો. ૧૦ પાસ), સિવિંગ ટેક્નોલોજી (NCVT/GCVT) ૧ વર્ષ (ધો. ૮ પાસ), પ્લમ્બર (GCVT) ૧ વર્ષ (ધો. ૮ પાસ) તથા સોલાર ટેકનિશિયન (GCVT) ૧ વર્ષ (ધો. ૧૦ પાસ) જેવા ટ્રેડ્સમાં તાલીમ આપવામાં આવે છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. ગણદેવા ખાતે ફોન નં. 9429058598, 9974057273, 9099586441 સંપર્ક કરવાનું રહેશે તેમ આચાર્ય ઓધોગિક તાલીમ સંસ્થા ગણદેવાની અખબારી યાદીમાં જણાવેલ છે .






