નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ‘જિંગા ખેડૂત સમ્મેલન ૨૦૨૬’ અંતર્ગત
CIBA અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે મહત્વપૂર્ણ સહમતી કરાર
નવસારી : નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના પ્રાંગણમાં સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ બ્રેકીશવોટર એક્વાકલ્ચર (CIBA) અને મત્સ્યઉદ્યોગ ખાતું, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ‘જિંગા ખેડૂત સમ્મેલન ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમ્મેલનમાં કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર અને સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ બ્રેકીશવોટર એક્વાકલ્ચર (CIBA), ચેન્નઈ વચ્ચે સહમતી કરાર (MoU) કરવામાં આવ્યો હતો.
તા. ૧૭/૦૫/૨૦૨૬ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા સાંસદ સભ્ય, નવસારી, ગુજરાત, શ્રી ચંદ્રકાંત રઘુનાથ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડેપ્યુટી ડિરેક્ટર જનરલ, ફિશરીઝ સાયન્સ, ICAR, નવી દિલ્હી, ડૉ. જોયકૃષ્ણ જેના; કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના માનનીય કુલપતિ ડૉ. પી. એચ. ટાંક; નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. તિમૂર અહલાવત; ગુજરાત સરકારના મત્સ્યઉદ્યોગ કમિશનર, આઈ.એ.એસ. શ્રી વિજય ખરાડી તેમજ ગુજરાત એક્વાકલ્ચર એસોસિએશનના પ્રતિનિધિ શ્રી જીજ્ઞેશ યુ. કોન્ટ્રાકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






