સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા રીજનલ ઑફિસ રાજકોટ દ્વારા હેમુ ગઢવી ઓડિટોરિયમ, રાજકોટ ખાતે ભવ્ય “રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ”નું સફળ આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ : આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય જનતા, વેપારીઓ, યુવાનો, મહિલા ઉદ્યોગસાહસિકો તથા ગ્રાહકો સુધી બેંકની વિવિધ રિટેલ લોન યોજનાઓ, ડિજિટલ બેંકિંગ સેવાઓ અને સામાજિક સુરક્ષા યોજનાઓ અંગે જાગૃતિ પહોંચાડવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રાહકો, વેપારીઓ, ઉદ્યોગકારો તથા નાગરિકોએ હાજરી આપી અને

બેંક દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ વિશે વિગતવાર માહિતી મેળવી. ઉપસ્થિત મહેમાનોને હોમ લોન, વાહન લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન, MSME લોન સહિત વિવિધ રિટેલ ક્રેડિટ પ્રોડક્ટ્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગ્રાહકોને વધુ સરળતા અને સુવિધા મળે તે માટે કાર્યક્રમ સ્થળે વિવિધ માહિતીસભર અને સહાયકારી ડેસ્કની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં “આપકી પૂંજી આપકા અધિકાર” ડેસ્ક દ્વારા ગ્રાહકોને તેમની થાપણ અને નાણાકીય અધિકારો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. સોશિયલ સિક્યુરિટી સ્કીમ્સ ડેસ્ક પર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના તથા અટલ પેન્શન યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

તે ઉપરાંત URC ડેસ્ક તથા Re-KYC / CKYC ડેસ્ક દ્વારા ગ્રાહકોને KYC અપડેશન, CKYC પ્રક્રિયા અને બેંકિંગ દસ્તાવેજીકરણ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેંકના અધિકારીઓ દ્વારા ગ્રાહકોની વિવિધ સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું અને ડિજિટલ બેંકિંગ સેવાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ મા.રૂ. ૪૦ કરોડ ની લોન નુ વિતરણ કરવા મા આવ્યુ હતુ

Leave a Reply

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading