રાષ્ટ્રીય ફરજના ભાગરૂપે દેશના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપવા નાગરિકોને કલેક્ટરશ્રીનો અનુરોધ આહવા: વસ્તી ગણતરી-૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના-૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (Self-Enumeration) પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. આગામી તા. ૩૧ મે સુધી નાગરિકો ઓનલાઇન પોર્ટલ પર પોતાની જાતે સ્વ-ગણતરી કરી રહ્યા છે. જે અંતર્ગત ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારે સ્વ-જનગણના પોર્ટલ પર ઓનલાઇન લોગ-ઈન કરીને પોતાની અને પરિવારની વિગતો ભરીને ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી એક પ્રેરણાદાયી પહેલ કરી છે. આ સાથે જ તેમણે જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રહિતના આ મહાઅભિયાનમાં સક્રિયપણે જોડાવા આહવાન કર્યું છે. કલેક્ટર શ્રી એન.ડી.પરમારે નાગરિકોને અપીલ કરતાં કહ્યુ કે, આગામી તા.૩૧મે સુધી નાગરિકો સત્તાવાર પોર્ટલ https://se.census.gov.in પર જઈને ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાના પરિવારની સાચી માહિતી ઓનલાઇન નોંધી શકે છે. નાગરિકો દ્વારા અપાતી સાચી અને સમયસરની માહિતી દેશના સર્વાંગી વિકાસ, માળખાકીય સુવિધાઓ અને સરકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. વધુમાં, તેમણે નાગરિકોને વહીવટી તંત્રના આગામી આયોજન અંગે માહિતગાર કરતા ઉમેર્યું કે, ઓનલાઇન પ્રક્રિયા બાદ તા. ૧ જૂનથી ૩૦ જૂન દરમિયાન જિલ્લામાં ઘરયાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે રાષ્ટ્રીય ફરજના ભાગરૂપે જ્યારે પણ ગણતરીદારો આપના ઘરે મુલાકાત લે, ત્યારે તેમને સાચો અને પૂરતો સહકાર આપી, ડાંગ જિલ્લાના પ્રજાજનોને આ મહાઅભિયાનમાં સહભાગી થવા અપીલ કરી છે. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી અંગે પ્રથમ બેઠક યોજાઇ