• ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે શ્રી રાજુભાઇ મનસુભાઈ ગામિત અને ઉપ પ્રમુખ તરીકે શ્રીમતિ ઉષાબેન ધર્મેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી 

આહવા: વિકાસ કમિશનરશ્રી, ગાંધીનગરના આદેશાનુસાર ડાંગ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થતાં, શનિવારે ડાંગ જિલ્લા સેવા સદનના સભાખંડમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેની આ પ્રથમ બેઠક તા.૨૩/૫/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે કલેક્ટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે શ્રી રાજેશભાઈ મનસુભાઈ ગામિત અને શ્રી સ્નેહલકુમાર રામુભાઇ ઠાકરે, તેમજ ઉપપ્રમુખ માટે શ્રીમતિ ઉષાબેન ધર્મેશભાઈ પટેલ, અને શ્રી મંગળભાઈ ગંગાજીભાઈ ગાવિતે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી ગામિત રાજેશભાઈ મનસુભાઈ, તેમજ ઉપપ્રમુખ તરીકે શ્રીમતિ  ઉષાબેન ધર્મેશભાઈ પટેલને બહુમતી મળતાં તેઓનીઆ પદ માટે પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના સચિવ-વ-ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવા સહિત ડાંગ જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકની કાર્યવાહી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલે સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના આહવા, વઘઇ, અને સુબીર તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની પ્રથમ બેઠક તા.૨૫ મે ૨૦૨૬ ના રોજ સંબંધિત તાલુકા મથકોએ આયોજિત કરવામાં આવી છે. આ બેઠકો અંગેની નોટિસ અને જરૂરી નમૂનાઓ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ (TDO) ને મોકલી આપવામાં આવ્યા છે.

Leave a Reply

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading