આહવા: તાજેતરમાં રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં આવેલા જુદા જુદા જળાશયો (નદી, તળાવ, નહેર વિગેરે) માં નહાવા પડેલા વ્યકિતઓના ડુબી જવાથી મરણ થવાની ઘટનાઓ ધ્યાને આવી હોય, સરકારશ્રીના ગૃહ વિભાગના પત્ર અન્વયે જયાં જયાં આવી ઘટનાઓ બનવાની શકયતાઓ હોય, તેવા સ્થળોએ કોઇ વ્યકિતઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે નહિ તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમ બહાર પાડવા સૂચના આપવામાં આવી છે. જેથી ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળો, નદી, તળાવ, ધોધ, ચેકડેમ વિગેરે સ્થળોએ કોઈ પણ વ્યકિતઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ અન્વયે મળેલી સત્તાની રુએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.ડી.તબિયારે પ્રસિધ્ધ કર્યુ છે. જાહેરનામામાં જણાવાયુ છે કે, તાજેતરમાં રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં આવેલા જુદા જુદા જળાશયો (નદી, તળાવ, નહેર વિગેરે) માં નહાવા પડેલા વ્યકિતઓના ડુબી જવાથી મરણ થવાની ઘટનાઓ ધ્યાને લઈ, જયાં જયાં આવી ઘટનાઓ બનવાની શકયતાઓ હોય, તેવા ભયજનક સ્થળોએ કોઈ વ્યકિતઓ/પ્રવાસીઓ જળાશયોમાં પ્રવેશે નહિ તે માટે ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળો, નદી, તળાવ, ધોધ, ચેકડેમ વિગેરે સ્થળોએ કોઈ પણ વ્યકિતઓ/પ્રવાસીઓ જળાશયોમાં પ્રવેશવા સહિતની તમામ પ્રવૃતિઓ ઉપર તા. ૨૨ જુલાઈ ૨૦૨૬ સુધી પ્રતિબંધ મુકવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. જે અંગે ફરિયાદ કરવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક તા-૨૪ મેના રોજ ચિંચલી અને કાલીબેલ ગામે યોજાશે આજે જનભાગીદારી (સબસે દૂર સબસે પહેલે) અભિયાન યોજાશે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી અંગે પ્રથમ બેઠક યોજાઇ