૫ થી ૮ જૂન, 2026 ના રોજ સાબરમતી અટલ ઘાટ ખાતે આયોજિત સફાઈ અભિયાનમાં 30 સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌના સંયુક્ત પ્રયાસોથી 1,000 કિલોગ્રામથી વધુ કચરો એકત્રિત કરી વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. આ અભિયાન પર્યાવરણ સંરક્ષણ, નદી સ્વચ્છતા અને સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. પરમ પૂજનીય સંત રાજીન્દર સિંહજી મહારાજ એક નફારહિત સંસ્થા સાવન કૃપાલ રૂહાની મિશનના અધ્યક્ષ છે, જેને પશ્ચિમી દેશોમાં “સાયન્સ ઓફ સ્પિરિચ્યુઅલિટી” તરીકે ઓળખવામાં આવે છે. તેમના જીવન અને આધ્યાત્મિક કાર્યને પ્રેમ અને નિસ્વાર્થ સેવાની અવિરત યાત્રા તરીકે જોવામાં આવે છે. તેમનો હેતુ વિશ્વભરના લાખો લોકોને જીવનના મુખ્ય ધ્યેય—પોતાને ઓળખવો અને પરમપિતા ભગવાનને મેળવવો—શોધવામાં મદદ કરવાનો છે. તેઓ છેલ્લા 35 વર્ષથી જીવનના તમામ ક્ષેત્રોના લાખો લોકોને ધ્યાન અભ્યાસ શીખવી રહ્યા છે અને તેમને પોતાના અંદર જ પ્રભુની જ્યોતિ અને શ્રુતિનો અનુભવ કરાવી રહ્યા છે.

સંત રાજીન્દર સિંહજી મહારાજને વિશ્વભરમાં ધ્યાન આધારિત સેમિનારો, આધ્યાત્મિક પુસ્તકો, DVD, ઑડિયો બુક્સ, લેખો, ટીવી, રેડિયો, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા લાખો લોકોને માર્ગદર્શન આપવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત છે. તેમની પુસ્તકો વિશ્વની 56 ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેમાં “મનનું શુદ્ધિકરણ”, “Meditation as Medication for the Soul” અને “ધ્યાન અભ્યાસ દ્વારા આંતરિક અને બાહ્ય શાંતિ” વગેરેનો સમાવેશ થાય છે.

સાવન કૃપાલ રૂહાની મિશનના વિશ્વભરમાં 3,400 થી વધુ કેન્દ્રો છે. તેનું મુખ્યાલય વિજયનગર, દિલ્હી ખાતે આવેલું છે અને આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપરવિલ, શિકાગો (અમેરિકા) ખાતે સ્થિત છે. મિશનના સાહિત્યનો અનુવાદ 55 થી વધુ ભાષાઓમાં કરવામાં આવ્યો છે.

Leave a Reply

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading