અખિલ ભારતીય સનાતન સત્યપંથ મહિલા સંઘ અને સ્ત્રી ચેતના–ગુજરાત (ભારતીય સ્ત્રી શક્તિ સંલગ્ન)ના સંયુક્ત ઉપક્રમે ૪ થી ૬ જૂન, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ત્રણ દિવસીય **“યુવતી પ્રેરણા શિબિર”**નો સમાપન કાર્યક્રમ ઉત્સાહ અને ભવ્યતા સાથે સંપન્ન થયો. શિબિરમાં ૩૦૦થી વધુ યુવતીઓએ સક્રિય ભાગ લીધો હતો, જેમાં ૨૬૦ યુવતીઓ ગુજરાત રાજ્યમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી પણ યુવતીઓ જોડાઈ હતી. શિબિર દરમિયાન યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત ડિજિટલ સાક્ષરતા, સંવાદ કૌશલ્ય, પરિવારના મૂલ્યો, આરોગ્ય અને સ્વચ્છતા જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો. માયાબેન કોડનાની, કલ્પનાબેન વ્યાસ, ડો. મીનલબેન રાવલ, ડો. આસમાની સુર્વે, ડો. ટ્વિંકલ પટેલ, સુહાલી તિપરે સહિતના વક્તાઓએ યુવતીઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. સમાપન સત્રમાં ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવતીઓને શિક્ષણ, સંસ્કાર અને આત્મનિર્ભરતા દ્વારા સમાજમાં આગેવાની લેવા પ્રેરણા આપી હતી. શિબિરના અંતે યુવતીઓએ મેળવેલા જ્ઞાન અને અનુભવોને જીવનમાં ઉતારી સમાજના વિકાસમાં સકારાત્મક યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વહારે વેપારી આલમ: બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૫૫ યુનિટ લોહી એકત્રિત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં 12 વર્ષ