સુરત જિલ્લામાં તા. ૦૮ જૂનથી ૨૧ જૂન દરમિયાન સ્વચ્છતા સપ્તાહ, પ્રગતિપથ યાત્રા, જન કલ્યાણ શિબિર, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને વિશ્વ યોગ દિવસ જેવા કાર્યક્રમો યોજાશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના નિરંતર ૧૨ વર્ષોની વિકાસ ગાથાને ચરિતાર્થ કરવા રાજ્યના દરેક જિલ્લા સહિત સુરતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના’ થીમ હેઠળ વિવિધ જનલક્ષી અને પ્રગતિશીલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સંદર્ભમાં પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને પર્યાવરણ જતન જેવા લોકકલ્યાણના વિચારોને જન-જન સુધી પહોંચાડવાના હેતુસર સુરત જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’નો પ્રારંભ કરાયો છે. ‘સ્વચ્છતા સપ્તાહ’ની ઉજવણી હેઠળ ‘સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ’ના સંકલ્પને સાકાર કરવા જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સુરતના ઓલપાડ તાલુકાના કીમ અને સાયણ ગામે ગામ અને તાલુકાના નાગરિકો, જનપ્રતિનિધિઓ, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના પદાધિકારીશ્રીઓ સહિત સૌ કોઈ વહેલી સવારથી સફાઈ ઝુંબેશમાં જોતરાયા હતા. ગામના વિવિધ રસ્તા અને શેરીઓની સફાઈની સાથે ગામેગામ વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા રેલી યોજી પર્યાવરણ સંવર્ધનનો સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પિયુષભાઇ પટેલ,જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ કીમ, તાલુકાના વિકાસ અધિકારી સાહેબશ્રી,આરોગ્ય કર્મચારી, આંગણવાડી વર્કર, તાલુકાનો સ્ટાફ તેમજ પંચાયતા સભ્યોએ સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક ગૌ સેવા કાર્યક્રમનું આયોજન કરાયું માંડવી તાલુકાની જામણકુવા બાર ગ્રામ પંચાયત ખાતે શાળાના બાળકોએ સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો