ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ધરમપુર ખાતે મેગા જોબફેર – ૨૦૨૬ સફળતાપૂર્વક યોજાયો ધરમપુર : ધરમપુર ખાતે તા. ૦૪ જૂન, ૨૦૨૬ના રોજ પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, BAPS મંદિર પાસે, નાસિક રોડ ખાતે રોજગાર/એપ્રેન્ટિસશીપ આધારિત “મેગા જોબફેર – ૨૦૨૬”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ધારાસભ્યશ્રી ધરમપુર શ્રી અરવિંદભાઈ પટેલ તથા જિલ્લા રોજગાર કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ જોબફેરમાં વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રોના કુલ ૨૫ નોકરીદાતાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કુલ ૬૯૬ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી ૪૩૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. સ્થળ પર જ વિવિધ કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા અને યુવાઓને રોજગારની નવી તકો પ્રાપ્ત થઈ હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય ધારાસભ્યશ્રી શ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિશિષ્ટ ઉપસ્થિતિ તરીકે શ્રી હાર્દિકભાઈ ઢોડિયા (મામલતદારશ્રી, ધરમપુર), સુશ્રી પી.એલ. પટેલ (રોજગાર અધિકારી, વલસાડ), શ્રી જે.ટી. પટેલ (આચાર્યશ્રી, આઈ.ટી.આઈ., ધરમપુર) તથા શ્રી જીજ્ઞેશભાઈ (આચાર્યશ્રી, BAPS આઈ.ટી.આઈ., ધરમપુર) ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ યુવાઓને રોજગાર, કૌશલ્ય વિકાસ અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં યુવાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ આયોજન દ્વારા વલસાડ જિલ્લાના યુવાનો અને વિવિધ ઉદ્યોગો વચ્ચે અસરકારક સેતુ રચવામાં સફળતા મળી છે, જેનાથી રોજગાર ક્ષેત્રે નવી સંભાવનાઓ ઉભી થઈ છે. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક વિશ્વ પર્યાવરણ દિવસને અર્પણ : નિઃસ્વાર્થ સેવાભાવ દ્વારા પારનેરા ડુંગરના હરિયાળા રક્ષક એટલે “ટ્રી મેન” રતિલાલ કાકા