• રૂ.૧૩,૯૨૬ કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રૂ.૪,૮૫૨ કરોડના વિવિધ ૫ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાશે
  • વડાપ્રધાનશ્રીની મુલાકાતનો પ્રારંભ હજીરા L&T પ્લાન્ટથી થશે, ત્યારબાદ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે
  • સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લાની પ્રજાલક્ષી અને ઔદ્યોગિક સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં આંતરમાળખાકીય અને પ્રજાલક્ષી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે પધારી રહ્યા છે. આ ઐતિહાસિક મુલાકાત અંતર્ગત વડાપ્રધાનશ્રીના વરદહસ્તે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓને અંદાજીત રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ ૮ વિભાગોના ૨૪ વિકાસ પ્રકલ્પોની ભેટ મળવા જઈ રહી છે. જેમાં રૂ.૧૩,૯૨૬ કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રૂ.૪,૮૫૨ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત શામેલ છે, જેનાથી સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લાની પ્રજાલક્ષી અને ઔદ્યોગિક સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે.
વડાપ્રધાનશ્રીનો આ સુરત પ્રવાસ મુખ્યત્વે બે મહત્વના તબક્કામાં યોજાનાર છે. તેઓ સુરત એરપોર્ટ પર આગમન સાથે સૌપ્રથમ હજીરા ખાતે આવેલા એલ. એન્ડ ટી. (L&T) ના પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાંથી પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે. હજીરા ખાતેનો નિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ, તેઓ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત મુખ્ય જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને જનમેદનીને સંબોધન કરશે. આ ઇન્ડોર સ્ટેડિયમના ભવ્ય સ્ટેજ પરથી વડાપ્રધાનશ્રી ડિજિટલ માધ્યમ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરશે.

Leave a Reply

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading