હસ્ત કલાકારીગરીનો અદભૂત નમૂનો:કેનવાસ પર પ્રકૃતિના રંગોની જમાવટ સુરત: સમગ્ર શહેરમાં વડાપ્રધાનશ્રીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે સુરતની મુલાકાતે આવનાર વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે દક્ષિણ ગુજરાતના ૪૮ ચિત્રકારોએ ઇકો ફ્રેન્ડલી હેન્ડમેડ હોર્ડિંગ્સ તૈયાર કર્યા છે. આ વિષે વધુ વિગત કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષશ્રી રમણીકભાઈ જાપડિયાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના ‘પર્યાવરણ સંવર્ધન’ અને ‘સ્વચ્છતા અભિયાન’ના સંદેશને વેગવંતુ કરવા એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી છે. સુરત, ભરૂચ, બારડોલી, નવસારી, વાપી અને વલસાડ સહિતના જિલ્લાઓમાંથી વિવિધ ૪૮ કલાકારોએ માત્ર ૩ દિવસમાં સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ(Eco-friendly) હોર્ડિંગ્સ અને પોસ્ટરો તૈયાર કર્યા છે. જેમાં ૧૦૧૦ના ૪૦ અને ૧૦૧૫ના ૨૦ મળી કુલ ૬૦ પોસ્ટરો થીમ આધારિત બનાવાયા છે. આ કલાકૃતિઓની મુખ્ય વિશેષતા એ છે કે તેને ‘માંજરપાટ’ એટલે કે શુદ્ધ સુતરાઉ કાપડ પર કંડારવામાં આવી છે. અને આ ચિત્રોને જીવંત કરવા માટે કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલયુક્ત રંગોના બદલે નુકશાન રહિત વોટર કલરનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોસ્ટરો થકી ગ્રીન એનર્જી, પર્યાવરણ સંવર્ધન, મેટ્રો રેલ પ્રોજેક્ટ, સોલાર એનર્જી, સ્વછતા અભિયાન અને કન્યા કેળવણી સહિતના સંદેશ આપવામાં આવ્યા છે. પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડવા અને પ્રકૃતિને બચાવવા માટેનો આ કલાત્મક પ્રયાસ સમાજ માટે એક નવી દિશા ચિંધનારો સાબિત થશે. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિને’ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ: સમગ્ર દેશમાં પ્રકૃતિ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ ગુંજશે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે: દક્ષિણ ગુજરાતને મળશે રૂ.૧૮,૭૭૮ કરોડના વિકાસ કાર્યોની ભેટ