આહવા: ડાંગ જિલ્લામાં તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિને વેગવાન બનવવા પ્રાકૃતિક કૃષિ તાલીમ અને શિબિરો યોજાઈ રહી છે, ત્યારે વઘઇ તાલુકાના ચીખલી ગામમાં પણ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પરિવર્તન લાવવા અને ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવાના આશયથી ‘પ્રાકૃતિક ખેતી’ પર તાલીમ યોજાઇ હતી. આ શિબિરમાં ગામોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના નુકસાન વિશે માહિતગાર કરી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન ટ્રેનરો દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતી ખર્ચ શૂન્ય કરી શકાય છે અને જમીનની ફળદ્રુપતા લાંબા ગાળા સુધી જાળવી શકાય છે તે અંગેની માહિતી આપી પુરી પાડી હતી. સાથે જ ખેડૂતોને સ્થળ પર જ જીવામૃત અને અન્ય કુદરતી ખાતરો બનાવવાની રીત સમજાવવામાં આવી હતી, જેથી તેઓ પોતાના ખેતરમાં જ તેનું અમલીકરણ કરી શકે. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા “ઉનાળાની ઋતુમાં પશુઓનું વ્યવસ્થાપન” વિષયક ભેંસકાતરી ગામે પશુપાલકો માટે વિશેષ તાલીમ યોજાઇ