સુરત: દેશવ્યાપી ચાલી રહેલા જનજાતિય ગરિમા ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત ‘સૌથી દૂર, સૌથી પહેલા”ના સૂત્ર સાથે છેક છેવાડે વસતાં આદિવાસી અને આદિમ જૂથોને સરકારી યોજનાઓ અને સેવાઓના ૧૦૦ લાભ આપવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડાની ચારણી પ્રા.શાળા ખાતે યોજાયેલા સેવાસેતુ કેમ્પમાં ચારણી, કેવડી, સાદડાપાણી, કાલી જામણ, વેલાવી, સરવણ ફોકડી, રાણીકુંડ, ગોંડલિયા, રાનીકુન્દ, ગોડાલીયા, બીજલવાડી અને ઝરપણ સહિતના ગામનાં ગ્રામજનોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ઘર આંગણે આપવામાં આવ્યા હતા. જેમાં આધારકાર્ડ અપડેટ -૪૪, આયુષ માન કાર્ડ-૧૧, આવક/જાતિ પ્રમાણપત્ર-૨૧ , રેશનકાર્ડ સુધારા-૧૨, પોષણ કિટ નિદર્શન-૩૪ બહેનો, સમાજ સુરક્ષા-૨૦ , આરોગ્ય તપાસણી-૪૮, મનરેગા-૨૭, ખેતીવાડી-૩૧ સહિતના કુલ ૨૪૮ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો. જન ભાગીદારી અભિયાન હેઠળ થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી અંતરિયાળ વિસ્તારોમાં મોટાં પ્રમાણમાં સેવા અને સહાય વિતરણ દ્વારા ત્યાં વસતાં આદિવાસી સમાજનું સશક્તિકરણ કરવાના સફળ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.પારુલ વડગામા પદભાર સંભાળ્યો