૫૩ જેટલી ક્રિકેટ ટીમથી કુલ ૮૪૮ ખેલાડીઓએ ભાગ લીધો હતો વલસાડ : અતુલ ખાતે ઉલ્હાસ જીમખાના દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન રમાયેલી વિવિધ રમતો જેવી કે, ટેબલ-ટેનીસ, બેડમિન્ટન, ચેસ, કેરમ, લોન-ટેનીસ, ઇન્ટર કોલોની ક્રિકેટ અને વોલીબોલ, ઇન્ટર ડિવિઝન ક્રિકેટ અને વોલીબોલ વગેરે રમતોનું ઇનામ વિતરણ અતુલ લિમીટેડ કંપનીના શ્રી વિવેક ગદરે, પ્રેસિડેન્ટ ઉલ્હાસ જીમખાના, જનરલ સેકેટરી જે.ડી .પટેલ, સુનીલ જોષી, નરેન્દ્ર તલરેજા, આસિફ સાહીર તથા મુખ્ય અતિથી તરીકે લાલભાઈ પરિવારના સદસ્ય આસ્થા લાલભાઈ, ચિરંજીવી સારા અને સંભવનાં શુભ હસ્તે વિજેતા /ઉપવિજેતા ખેલાડીઓને તથા ટીમોને રોકડ પુરુસ્કાર તથા ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ ની વિશેષ માહિતી આપતા જે.ડી પટેલે જણાવ્યું કે, સમગ્ર અતુલ ડિવિઝન/યુનિટ માંથી ૫૩ જેટલી ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ટોટલ ૮૪૮ ખેલાડીઓ રમ્યા હતા. તારીખ ૧૬/૧૧/૨૦૨૫ થી ૧૭/૦૫/૨૦૨૬ સુધી ચાલેલ આ ટુર્નામેન્ટ પૈકી ફાયનલ મેચ સલ્ફર બ્લેક(મનોજ પટેલ) ની ટીમ વિરુધ્ધ ટીમ PH (અનીલ પટેલ)ની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં ટીમ PH નો વિજય થયો હતો. ત્રીજા સ્થાને સી.પી.પાવર હીટર(કેયુર પટેલ)ની ટીમ આવી હતી. આ ટુર્નામેન્ટમાં વિજેતા/ઉપવિજેતા ટીમોને, ફાયનલ મેચમાં સારો દેખાવ કરનાર, તથા અન્ય ટુર્નામેન્ટમાં ઉચ્ચ દેખાવ કરનાર ખેલાડીશ્રીઓને પધારેલ અતિથીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અંતમાં ઉદ્ઘાટન તેમજ ઇનામ વિતરણ સમાંરભમાં હાજર રહેનાર મહાનુભવોનો, ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જેમનું વધુ યોગદાન રહ્યું હોય એવા, ગ્રાઉન્ડમેન, અમ્પાયર, સ્કોરર, કોમેન્ટેટર, રેફરી તથા લાઈનમેનો, ઉલ્હાસ Executive કમિટી, APL કમિટી, ટુર્નામેન્ટને લાઈવ ટેલીકાસ્ટ કરનાર મેઘા લાઈવ સ્ટુડીયોનાં પ્રતિનિધિઓ, ટીનુ સાઉન્ડ સિસ્ટમના પ્રતિનિધિ તેમજ જીમખાનાની તમામ પ્રવૃતિ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા પૂરી પાડનાર અતુલ મેનજમેન્ટનો શ્રી જે.ડી.પટેલે અં:ત કરણ પૂર્વક આભાર માન્યો હતો. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક ‘સબસે દૂર, સબસે પહેલે’ અભિયાનથી વલસાડ જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી દિશા મળી