અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની મહિલા શાખા દ્વારા ૨૦ મે થી ૨૯ મે દરમિયાન સિટીલાઇટ સ્થિત અગ્રસેન પેલેસમાં “હુનર હાટ” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા શાખાના પ્રમુખ રૂચિકા રૂંગટાએ જણાવ્યું કે, આ વર્કશોપ અંતર્ગત એઆઈ (AI) ની પાઠશાળા, પાઇપ ક્લીનર ફ્લાવર્સ, ઇમ્પેસ્ટો નાઇફ પેઇન્ટિંગ, મેકરામ પર્સ મેકિંગ વગેરે જેવા ક્લાસ લેવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં ૧૦૦થી પણ વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. વર્કશોપમાં મહિલાઓએ એક તરફ એઆઈ દ્વારા ડિજિટલ દુનિયાને સમજી, તો બીજી તરફ પોતાની કળાને પણ નિખારી હતી. આ કાર્યક્રમ દરમિયાન મહિલા શાખાના પ્રીતિ ગોયલ, શાલિની ચૌધરી, નેહા, મેઘના, અનિતા, શાલિની, વીણા, લીના, સીમા, અરૂણા સહિત અનેક સભ્યો હાજર રહ્યા હતા. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક ભારતના રાષ્ટ્રપતિના સલાહકારે લક્ષ્મીપતિ યુનિટની મુલાકાત લીધી આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે માનવતા મહેકી: સુરત ગૌરવપથ પર ૨૦૦થી વધુ શ્રમજીવીઓને ભોજન તેમજ કેરીના રસ સાથે તૃપ્ત કરાયા