છેલ્લા ૧૫ વર્ષથી જીવદયા, સાધર્મિક ભક્તિ અને અનુકંપાના કાર્યો કરતી સંસ્થા ‘શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન’નું ભગીરથ કાર્ય સુરત : સેવા અને સમર્પણનો અનોખો સંગમ એટલે ‘શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન’. હાલ જ્યારે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને ધોમધખતો તાપ પડી રહ્યો છે, ત્યારે આ આકરી ગરમીમાં પણ સંસ્થાના કાર્યકરોએ એક અનુમોદનીય અને પ્રશંસનીય કાર્ય કર્યું છે. શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન દ્વારા આજરોજ સુરતના ગૌરવપથ રોડ પરથી પસાર થતા મજૂર અને શ્રમજીવી વર્ગના લોકોની પીડા સમજીને, તેમની આંતરડી ઠારવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. ધોમધખતા તાપ વચ્ચે યોજાયેલા આ સેવા યજ્ઞમાં ૨૦૦ જેટલા જરૂરિયાતમંદ લોકોને ભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ આકરા ઉનાળામાં શ્રમજીવીઓને તૃપ્તિનો અહેસાસ કરાવવા માટે ભોજનની સાથે ખાસ કેરીના રસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદાર દિલના દાતાઓના સહયોગથી શરૂ થયેલા આ કાર્યને કારણે આજે ગૌરવપથ પર માનવતા મહેકી ઉઠી હતી. સંસ્થાના અગ્રણી રવિભાઈ મહેતાએ* વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૫ વર્ષથી શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન જીવદયા, સાધર્મિક ભક્તિ અને અનુકંપાના ઉચ્ચ મૂલ્યોને વરેલું છે. આ સંસ્થા સાથે હાલ ૯૦૦થી વધુ નિઃસ્વાર્થ અને કર્મઠ કાર્યકર્તાઓ જોડાયેલા છે, જેઓ સતત લોકસેવા માટે તત્પર રહે છે. સંસ્થાની આ નિઃસ્વાર્થ ભાવના અને ધોમધખતા તાપમાં ગરીબ પરિવારોને શીતળતા તેમજ તૃપ્તિ આપવાના આ ભગીરથ કાર્યને સુરતના પ્રબુદ્ધ નાગરિકો અને મહાનુભાવોએ અંતરપૂર્વક બિરદાવ્યું છે. ખરેખર, આ પ્રવૃત્તિ સમાજમાં એક અત્યંત સકારાત્મક ઉર્જાનો સંચાર કરી રહી છે! Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક “હુનર હાટ” અંતર્ગત ૧૦ દિવસીય વિવિધ વર્કશોપનું આયોજન કરાયું