સિદ્ધપુર : યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેલ્લા ૧૩૪ માસથી છેલ્લા રવિવારે સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોની ઉપદેશાત્મક કાર્યવાહીને એપિસોડમાં વણી લઇ પ્રજા સમક્ષ મૂકી હકારાત્મક ભાવ ઉભો કરી રહ્યા છે આજે મે મહિનાના છેલ્લા રવિવારે ‘મન કી બાત’ નો ૧૩૪ મો પ્રેરણાત્મક એપિસોડ સિદ્ધપુર ખાતે માન. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ, ભાજપ જિલ્લા મંત્રી મિહિરભાઈ પાદ્યા, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, શહેર પ્રમુખ કૌશલભાઈ જોશી , જશુભાઈ પટેલ દશરથભાઈ પટેલ, સુરપાલસિંહ રાજપુત, જે ડી પટેલ, વિક્રમસિંહ ઠાકોર, ભરતભાઈ મોદી, પ્રમોદભાઈ પટેલ, નિરંજનભાઈ ઠાકર, અંકુરભાઈ મારફતિયા સહિત સંગઠનના કાર્યકર્તાઓ અને ગામના આગેવાન સાથે નિહાળ્યો હતો ઉલ્લેખનીય છે કે,માનનીય વડાપ્રધાનશ્રીએ પોતાના ઓજસ્વી વિચારો દ્વારા દેશના નાગરિકોમાં નવચેતના અને નવી ઊર્જાનો સંચાર કર્યો છે. આ કાર્યક્રમ માત્ર સંવાદ નહીં, પરંતુ રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકને પ્રેરણા આપતું એક અનોખું મંચ બની ચૂક્યું છે. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related